ઑસ્ટીઓપોરોસિસ એટલે હાડકા નબળા અને નાજુક થવા. જે બીજા ઘણાં રોગોને પેદા કરે છે.વિશ્વમાં દર વર્ષે ૯ મિલિયન લોકોને ઑસ્ટીઓપોરોસિસના કારણે ફ્રેકચર તહ્ય છે.આજે, આપણે ઑસ્ટીઓપોરોસિસ થવાનાં કારણો અને અન્ય ચર્ચા વિસ્તારમાં કરીએ.
ઑસ્ટીઓપોરોસિસ :-
– જ્યારે નવા હાડકાં નું નિર્માણ નથી થતું અને જૂના હાડકાં ના કોષોનું વિઘટન થાય ત્યારે ઑસ્ટીઓપોરોસિસ થાય.
– તે મુખ્યત્વે સ્ત્રીઓમાં મેનોપોઝ બાદ જોવા મળે છે.દર ૩ મહિલાઓમાં ૧ મહિલા ઑસ્ટીઓપોરોસિસથી પીડાય છે.
જવાબદાર પરિબળો:-
• જાતિ:- પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઑસ્ટીઓપોરોસિસ વધારે જોવા મળે છે.
• ઉંમર:- ૮૦ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓમાં ૭૦% લોકોમાં ઑસ્ટીઓપોરોસિસ જોવા મળે છે.
• વારસાગત
• વધારે પાતળા લોકો
• ભૂખને લગતા રોગો
• થાઇરોઇડ
• કેલ્શિયમ નું પ્રમાણ ઓછું હોવું.
• કિડની ના રોગો
• કૅન્સર
• સંધિ વા
• સ્ટેરોઇડ્સ નો ઉપયોગ
• તમાકુનું કે દારૂનું સેવન કરવું.
• બેઠાળું જીવન
• ડિપ્રેશન
લક્ષણો:-
• મુખ્યત્વે મણકા, કાંડું, પાંસળી જેવા હાડકાં માં ઑસ્ટીઓપોરોસિસ થાય છે.
• કમરમાં દુખાવો
• હાડકાં માં ફ્રેકચર
• ઊંચાઈ માં ઘટાડો થવો
• ખૂંધ નીકળવી.
• કામ કરવાની ક્ષમતા માં ઘટાડો થવો.
ચકાસણી:
– ઑસ્ટીઓપોરોસિસ ના નિદાન માટે ૬૫ વર્ષ પછી સ્ત્રીઓમાં અને ૭૦ વર્ષ પછી પુરુષોમાં સમયસર ચકાસવું જોઈએ.
– તે માટે હાડકાની ઘનતા ચકાસવા માટે dexa- સ્કેન નામનો રિપોર્ટ કરવામાં આવે છે.
સારવાર:-
– ઑસ્ટીઓપોરોસિસ ન થાય તે માટે યોગ્ય આહાર અને કસરત કરવી જરૂરી છે. તે ઉપરાંત ડોક્ટર ની સલાહ અનુસાર દવા લેવી યોગ્ય છે.
આહાર સંબંધિત માહિતી:-
– હાડકાં નું પાયાનું તત્વ પ્રોટીન પણ છે. શાકાહારી લોકો પ્રોટીન સોયાબીન, ડેરી ની વાનગીઓ, ઈંડા, ફળો અને બદામ માંથી મેળવી શકે છે.
– ૧૮- ૫૦ વર્ષની વ્યક્તિ ને દિવસ નું ૧૦૦૦ મિલિગ્રામ કેલ્શિયમ જરૂરી છે,જ્યારે દિવસનું ૧૨૦૦ મિલિગ્રામ કૅલ્શિયમ સ્ત્રીઓને ૫૦ વર્ષ બાદ અને પુરુષોને ૭૦ વર્ષ જરૂરી છે. કેલ્શિયમ ડેરી ના ઓછા ચરબીયુકત વાનગીઓ માં ,લીલા પાંદડાવાળા શાકભાજી,સોયાબીન,નારંગીનો રસ, અનાજ અને માછલીઓ માંથી મેળવી શકાય.
– ૫૧-૭૦ વર્ષની ઉંમરના લોકો માં ૬૦૦ યુનિટ અને ૭૦ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ૮૦૦ યુનિટ વિટામિન- ડી જરૂરી છે. સવારે કૂણાં તડકામાં વિટામિન ડી નું પ્રમાણ સારું જોવા મળે છે. આ ઉપરાંત વિટામિન ડી ની દવાઓ લેવી જોઈએ.
કસરત:-
– નિયમિત કસરત કરવાથી હાડકા મજબૂત થવાની સાથે સાથે ઇજા થવાની શક્યતાઓ પણ ઘટે છે.
– ચાલવું, દોડવું, દોરડાં કૂદવા , બેલેન્સ કરવાની કસરતો
સ્ત્રીઓ ને હોર્મોન થેરાપી પણ આપી શકાય.
આ તમામ બાબતોની કાળજી રાખવી અત્યંત આવશ્યક છે.તો જ આપણે સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ.
– Dr. Pooja Patel
