સ્વસ્થ હ્રદય સ્વસ્થ જીવન

૨૯ સપ્ટેમ્બર ‘ વિશ્વ હ્રદય દિવસ’ તરીકે ઉજવાય છે.તેનો મુખ્ય હેતુ હ્રદયનું મહત્વ સમજાવવા નો જ છે. પરંતુ ખરેખર એની જરૂર કેમ પડે છે કોઈ પણ વ્યક્તિ ને હ્રદય જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે એ ખબર જ છે છતાંય તેના વિશે જાગૃતતા ફેલાવવી કે પછી કોઈ ને હ્રદયની કાળજી માટે વિનંતી કરવી એ યોગ્ય કહેવાય? આજે આપણે સૌથી સામાન્ય રોગ હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) વિશે ચર્ચા કરીશું અને તેને નિયંત્રણમાં રાખવાના ઉપાયો પણ જાણીએ.


હાયપરટેન્શન:-  

– હાયપરટેન્શન એટલે બ્લડ પ્રેશર સામાન્ય કરતા વધારે આવવું. તેના ઘણા બધા કારણો હોઈ શકે.

– સામાન્ય રીતે બ્લડ પ્રેશર ૧૪૦/૯૦ કરતાં વધારે હોય તો તેને હાયપરટેન્શન કહેવાય.

– જો બ્લડ પ્રેશર નિયંત્રિત ન થાય તો હ્રદયનો હુમલો આવવો,લકવો મારવો જેવી ગંભીર બીમારી થઇ શકે છે.


કારણો:-

 – હાયપરટેન્શનમાં મુખ્ય કારણ નથી.છતાંય જેને કીડનીની તકલીફ , થાઇરોઇડ ની તકલીફ,લોહીની નળઓમાં કોઈ તકલીફ,અમુક દવાઓ હોય કે કેટલીક ગેરકાયદેસર ડ્રગ જેવી કે ,કોકેન નું સેવન કરતાં હોય તો હાયપરટેન્શન થઇ શકે છે.

જવાબદાર પરિબળો:-

– ઉંમર – પુરુષો માં ૬૪ કે તે પહેલાં અને સ્ત્રીઓમાં ૬૫ વર્ષ કે તે પછી હાયપરટેન્શન થવાની શક્યતા વધારે હોય છે.

– જાતિ – આફ્રિકન જાતિના લોકો ને હાયપરટેન્શન થવાની શક્યતા વધુ છે.- વારસાગત – વારસાગત રીતે પણ હાયપરટેન્શન નાની ઉંમરમાં આવી શકે છે.

– સ્થૂળતા – જે લોકો નુંસામન્ય વજન કરતાં વજન વધારે છે તે લોકો ને હાયપરટેન્શન થવાની શક્યતા વધુ હોય છે.

– જે લોકો શારીરિક કસરત નથી કરતા તે સ્થૂળ થતાં જાય છે ને હાયપરટેન્શન પરિણામે છે.

– તમાકુનું સેવન,વધારે મીઠું,ઓછું પોટેશિયમયુકત ખોરાક,વધારે પડતો આલ્કોહોલ(દારૂ) અને ચિંતા આ બધા પણ જવાબદાર પરિબળો છે.


લક્ષણો:-

– હાયપરટેન્શન ધરાવતા વ્યક્તિ ને લક્ષણો હોય જ એ જરૂરી નથી.પરંતુ,કેટલાક લોકો ને માથાનો દુખાવો,શ્વાસમાં તકલીફ અને નાકમાંથી લોહી નીકળવું જેવા લક્ષણો જોવા મળે છે.


સાવચેતીના પગલાં:- 


– ૧૮ વર્ષ પછી દર બે વર્ષે વ્યક્તિએ બ્લડ પ્રેશર તપાસવા ડોક્ટર પાસે જવું જોઈએ.

– ૪૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિએ દર વર્ષે ડોક્ટર પાસે જઈ ને બ્લડ પ્રેશર તપાસવું જોઈએ.

– હાયપરટેન્શન ની દવા નિયમિત સમયસર લઈ લેવી.સમયાંતરે બ્લડ પ્રેશર તપાસી ડોક્ટર ની સલાહ મુજબ જરૂર પડે તો દવા બદલવી.


જીવન જીવવાની રીત માં પણ અમુક સુધારા કરવા જોઈએ.:
– વધારે તળેલું, મીઠાં વાળો ખોરાક ટાળવો.

– રોજ સવારે ૩૦ મિનિટ જેટલું ચાલવું.

– નિયમિત શારીરિક કસરત અથવા યોગ કરવા જોઈએ.

– સમયાંતરે તેલ બદલતા રહેવું જોઈએ.

– બહારના પેકેટ ફૂડ, ચટણી,અથાણાં વગેરેનો આગ્રહ ટાળવો.

– સમતોલ આહાર જમવું જોઈએ.

– તમાકું, દારૂ, ધૂમ્રપાન નું  સેવન ન કરવું જોઈએ.

– ૬-૮ કલાક ની ઊંઘ નિયમિત લેવી.

આટલું ધ્યાન માં રાખવાથી  હાયપરટેન્શન ચોક્કસ રીતે નિયંત્રિત કરી શકાય છે. આવતા અંકે ડાયાબિટીસ ઉપર ચર્ચા કરીશું.

– Dr. Pooja Patel

Leave a comment