પ્લાઝમા ડોનેશન- એક જીવાદોરી

પ્લાઝમા ડોનેશન- જે આ મહામારીના સમયમાં ખૂબ જ આવશ્યક છતાં મહત્તમ અવગણાતો મુદ્દો છે.ખાસ કરીને ગુજરાતમાં આ મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જ આવશ્યક છે.ચાલો,આજે થોડી આ મુદ્દા પર ચર્ચા કરીએ.

પ્લાઝમા એ લોહીનું એક પ્રવાહિત તત્ત્વ છે, જે હિમોગ્લોબીન, એન્ટીજન,એન્ટીબોડી, પ્રોટીન અને બીજાં ઘણાં મુખ્ય ઘટકોનો સમાવેશ કરે છે. પ્લાઝમા એ સારવાર માં એક અગત્યની ઔષધિ તરીકે ભાગ ભજવે છે જે જીવલેણ રોગો ની સારવારમાં મદદરૂપ છે. પ્રોટીન્સ અને એન્ટીબોડી ગંભીર બીમારીની સારવારમાં ઉપયોગી છે.કેટલીક આરોગ્ય સંસ્થાઓ પ્લાઝમાને “જીવનની ભેટ” માને છે.
કન્વેલેસન્ટ પ્લાઝમા એ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓના રક્તનો પ્રવાહિ ભાગ છે.જે લોકો ૧૪ દિવસથી પૂરી રીતે રિકવર હોય તે જ લોકો ડોનેટ કરી શકે છે.
જ્યારે કોઈ બ્લડ ડોનેટ કરે છે ત્યારે આરોગ્ય સહાયકો અગત્યના તત્વોને પ્લાઝમામાંથી પ્રોટીન્સ અને એન્ટીબોડીઝ ને અલગ કરે છે.તેનો ઉપયોગ બર્ન, શોક, ઇજા અને બીજી ગંભીર બીમારીઓમાં જીવદાયક સાબિત થાય છે.
જો તમે કોરોનાને પૂરી રીતે હરાવી ચૂક્યા છો તો તમે બીજા દર્દીઓ જે કોરોના સામે લડી રહ્યાં છે તેમને મદદ કરી શકો છો.કારણ કે તમારા શરીરના પ્લાઝમામાં એન્ટીબોડીઝ હોય છે,જે રોગપ્રતિકારકતાનો એક ભાગ છે.આ એન્ટીબોડીઝ કોરોના સામેની લડતમાં મદદરૂપ થાય છે.
ગુજરાત સરકાર જે રીતે સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા માટે કેટ-કેટલાક નિયમો અને જાહેરાતો કરે છે એ જ રીતે પ્લાઝમા ડોનેશન માટે પણ જાગૃતતા ફેલાવવી એટલી જ આવશ્યક બની છે.ખૂબ જ દુઃખની વાત એ છે કે અમદાવાદ શહેરમાં ૧૫,૮૮૪ કોરોનામુકત થયેલ લોકોમાંથી ફક્ત ૯૧ લોકો પ્લાઝમા ડોનેશન માટે તૈયાર થાય હતા;જેમાંથી ૩૯ ડોક્ટર્સ અને ૫૨ શહેરીજનો હતા.
અત્યાર સુધી અમદાવાદમાં ફક્ત ૧૭ લોકો ને પ્લાઝમાં ટ્રીટમેન્ટ મળી છે. લોકો નું પ્લાઝમા ડોનેશન ન કરવાનું કારણ શોધતા જાણવા મળ્યું કે લોકો ને બીમારી નો “ડર” જ હતો.
તો આજે ફક્ત આટલું જ વિનંતી કરીશ કે આ લેખ બધા સુધી પહોંચાડો અને લોકો ને પ્લાઝમા ડોનેશન નું મહત્વ સમજાવો..

-Dr. Pooja Patel

Leave a comment