આરોગ્યવર્ધક આહાર..

અત્યારના સમયમાં જ્યાં લોકો સ્વાસ્થ તરફ જઈ રહ્યા છે ત્યાં યુવાનોમાં ખાસ કરીને છોકરીઓ પોતાના દેખાવ માટે કેટકેટલું કરતા હોય છે;જેમ કે જમવાનું છોડી દેવું,ઘી – તેલ નો ત્યાગ કરવો ,ઉપવાસ ઉપર ઉતરવું વગેરે ..
પરંતુ સ્વસ્થ વ્યક્તિ એ જ કહેવાય જે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોય.. પાતળા થવા માટે ફક્ત ખોરાક જ નહીં પરંતુ દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે.. તો આજે ખોરાક ઉપર થોડો પ્રકાશ પાડીએ..

સૌથી મહત્વની વાત એ છે કે જેમ લોકો વજન ઉતારવા માટે ખોરાક નો ત્યાગ કરે છે અને શરીરમાં પોષકતત્વો ની ઉણપ સર્જાય છે.તેથી આહાર ત્યાગ કરવાને બદલે ચોક્ક્સ સમયે ચોક્કસ પ્રમાણમાં આહાર લેવાથી શરીરમાં પોષકત્ત્વો મળી રહે છે. અને માનવ નો માનસિક વિકાસ થાય છે.

આહારમાં મુખ્યત્વે પાંચ તત્વો જરૂરી કહી શકાય.

  • કાર્બોદિત
  • પ્રોટીન
  • ચરબી
  • પાણી
  • વિટામિન્સ

આહાર ને સમતોલ કરવો એ ખૂબ જ આવશ્યક છે.
આદર્શ રીતે સમતોલ આહાર આ રીતે નક્કી કરી શકાય.
ફળ – ૨૦%
શાકભાજી – ૩૦%
પ્રોટીન – ૨૦%
અનાજ – ૩૦%
૧ વાટકી – ડેરી પ્રોડક્ટ

એન્ટી ઓકસિડન્ટ આહાર નું પ્રમાણ વધારવું જે પાચનશક્તિ અને ચામડી ની ગુણવત્તા માં વધારો કરે છે.
તેમાં લીલાં શાકભાજી, પાકા ફળો જેવા કે પપૈયું,કેરી,ટેટી,ગાજર વગેરેનો સમાવેશ કરી શકાય.

વિટામિન સી યુક્ત ખાટા ફળો જેવા કે નારંગી,મોસંબી, લીંબુ,જામફળ, ફણગાવેલા કઠોળ વગેરે..
વિટામિન ઈ અનાજ,તેલીબિયાં અને બદામ માંથી મેળવી શકાય.. જે વાળ અને નખ ની ગુણવત્તા વધારે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ, બીટ નો રસ અને લીંબુનો પ્રમાણ વધારવું..

કાળજી રાખવાની બાબતો:-

  • પ્રોટીન જેવા કે દાળ,કઠોળ, વગેરે નો બપોરનાં ભોજનમાં સમાવેશ કરવો.
  • ઠંડા પીણાં નો ત્યાગ કરવો.
  • શાકભાજી નું પ્રમાણ વધારવું.
  • સાંજના સમયે નાસ્તાના બદલે તાજા ફળ લઈ શકાય.
  • ચા કે કોફી માં ખાંડ ન ઉમેરવી.
  • તળેલું ખાવાને બદલે બાફેલું કે શેકેલું ખાઈ શકાય.
  • દર કલાકે પાણી પીવું.દિવસ માં ૧૦-૧૨ લિટર પાણી પીવું.
  • દિવસમાં એક વાર એક વાટકી દહીં ખાવું જેનાથી વિટામિન બી૧૨ મળે છે.
  • રાત્રિભોજન ૯ વાગ્યા પહેલાં લેવું.
  • રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી પીવું.
  • સવારે ઊઠીને તરત જ પાણીમાં લીંબુ અને ફુદીનો નાખીને પીવું. જે પાચનશક્તિ વધારે છે.
  • તળેલા તેલ નો ફરીથી ઉપયોગ ન કરવો.
  • ઉપરથી મીઠું અને ખાંડ ન નાંખવી..

-ડો. પૂજા પટેલ

Leave a comment