અંગદાન એ જ મહાદાન

હમણાં જ WHO દ્વારા અંગદાન દિવસની ઉજવણી થઇ.૧૩ ઑગસ્ટ ને અંગદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.એનો મુખ્ય ધ્યેય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો જ છે.તો આજે અંગદાન ઉપર થોડો પ્રકાશ પાડીએ.અંગદાન એટલે અંગનું દાન.એક સર્વે મુજબ ભારત અંગદાનની બાબતે ઘણું પાછળ છે.WHO મુજબ ભારતમાં ફક્ત ૦.૦૧% લોકો મૃત્યુ બાદ અંગદાન કરે છે. જેના મુખ્ય કારણોમાં લોકોમાં જાગૃતતા ની ઉણપ,અને ખોટી ધર્મ ને લઇ ને માન્યતાઓ છે.દુનિયામાં સ્પેઇન અંગદાનની બાબતે સૌથી વધારે આગળ છે.સ્પેનમાં ૩૫ પ્રતિ લાખ લોકો અંગદાન કરે છે.

ભારત અંગદાનની બાબતે પાછળ હોવાનાં કારણો:

ધાર્મિક માન્યતાઓ

વ્યવસાયી અવગણના

સામાજિક ડર અને શરમ

જાગૃતિનો અભાવ
વાતચીતનો અભાવ

કાયદાઓનો ડર

ભારતમાં જ્યારે મહામહેનતે લોકો અંગદાન બાબતે જાગૃત થયાં અને ધીમેધીમે અંગદાનનું પ્રમાણ વધતું થયું ત્યાં કોરોનાની માઠી અસરના લીધે ફરીવાર પ્રમાણ ઘટતું ગયું છે.જેના કારણે ટ્રાન્સપ્લાન્ટ ની આશાએ રાહ જોતા દર્દીઓ પોતાના શ્વાસ છોડે છે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ ની રાહ જોતા લોકો ડાયાલિસિસ ના સહારે જીવન જીવે છે.

અંગદાનનું મહત્વ:-

માત્ર એક દાતા આઠ કરતાં પણ વધારે લોકોને જીવનદાન આપી શકે છે.
લોકોનું જીવન સુધારે છે.
દાતા બનવા માટે કોઈ જ ચાર્જ લેવામાં આવતા નથી.

અંગદાન બે રીતે થઇ શકે છે: જીવંત રહીને અને મૃત્યુ બાદ.

જીવંત રહીને દાતા એક કિડની,સ્વાદુપિંડનો ટુકડો અથવા લિવરનો ભાગ આપી શકે છે.કેટલાક લોકો ચામડી,ઓપરેશન પછીનો હાડકાનો ટુકડો પણ દાન કરે છે.

મૃત્યુ બાદ બે પરિસ્થિતિને આધીન અંગદાન થઈ શકે.જો મૃત્યુ મગજની કોઈ તકલીફથી થયું હોય તો બધા જ અંગદાન થઈ શકે પરંતુ જો હૃદયની તકલીફથી થયું હોય તો પરિસ્થિતિને આધીન અંગદાન થઈ શકે.

હવે વાત કરીએ કે આપણે કયા અંગો દાન કરી શકીએ:

ફેફસાં અને હૃદય જેવા અંગો ૪ થી ૬ કલાક સુધી જીવંત રહી શકે.
લિવર,સ્વાદુપિંડ અને આંતરડા જેવા અંગો ૧૨ થી ૧૮ કલાક સુધી જીવંત રહી શકે.
જ્યારે કિડની ૩૬ કલાક સુધી જીવંત રહી શકે.આ ઉપરાંત નેત્રપટલ, હાડકાં, ચામડી, લોહીની નળીઓ,ચેતાઓ અને સનાયુબંધ પણ આપી શકાય.

અંગદાન ને લઈને ઘણી બધી માન્યતાઓ ખોટી છે.એવી માન્યતા છે કે મોટી ઉંમરની લોકો અંગદાન ન કરી શકે પરંતુ હકીકતમાં અંગદાન માટે કોઈ પણ ઉંમરની મર્યાદા નથી.
એક એવી માન્યતા પણ છે કે અમારા ધર્મમાં અંગદાન કરવું સારી વાત નથી પરંતુ વાત એમ છે કે કોઈ પણ ધર્મમાં અન્યનું જીવન સુધારવું એ પાપ નથી.
કેટલાક લોકોને એવો ડર હોય છે કે એ લોકો મારો જીવ બચાવવાનો પ્રયાસ નહીં કરે.પરંતુ વાસ્તવમાં ડોક્ટર માટે દર્દીઓની સારવાર એ તેમની પહેલી પ્રાથમિકતા છે.
લોકો ને એવી માન્યતા પણ છે કે મારા પરિવાર ને પૈસા ચૂકવવા પડશે પરંતુ વાસ્તવમાં અંગદાન મફતમાં થાય છે.

અંગદાન કરવા માટે નીચેની પગલાં લઈ શકાય.
જીવંત દાતાએ કેટલાક ટેસ્ટ અને ચેક અપ કરવામાં આવે છે.
નોટો સંસ્થા દ્વારા પ્રતિજ્ઞા ફોર્મ ભરવામાં આવે છે અને સરકાર દ્વારા રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે.

તો ચાલો આજે આપણે અંગદાતા બનવાની પ્રતિજ્ઞા લઈએ.

Dr. Pooja Patel

Leave a comment